Up લેખો ભાષાવિશારદ વિદ્યાધિકારી બાપુજી જી
English

ગોંડલ, ગુજરાતી ભાષા નું સૌરાષ્ટ્ર-રત્ન ગણાતું, પણ અંગ્રેજો અને અંગ્રેજી ની અસર તો વ્યાપક હતી જ. એટલે આ પાનામાં બંને ભાષા જોઈને બાપુજી ને નવાઈ તો ના લાગતે એવી કલ્પના કરાય! એમનું પ્રગતિશીલ મનસ ખુશ થતે કે માર પૌત્ર પૌત્રી અભ્યાસ માં કેટલા આગળ ધપ્યા, કેવી ગૌરવ ભરી કીર્તિ મેળવી, પણ સૌથી આનંદ ની વાત કે કેવા સુંદર સંસ્કારી વ્યક્તિ ઘડાયા છે, મારી પેઢીના સંસ્કાર ના મંચ પર!

અને બા? વર્ષો ની દેખરેખ અને સાતે સાત (પપુબેન સાતમા!) છોરા નો ઉછેર આવો સુંદર ફળે તો કેટલા રાજી થાય? કેટલું ભણ્યા, ગણ્યા અને ક્યાં ક્યાં ફેલાયા, અને એમણે બક્ષેલા સંસ્કાર ફેલાવ્યા. ભલે અભ્યાસ અને વતન બદલાયું એટલે ભાષા પણ બદલાઈ, પણ કાઠીયાવાડ ના ઇતિહાસ માં તો પરદેશ પેઢીએ પેઢીએ લખાયો છે જ! “અમારા વિષે વાંચો, અને તમારા બાળકોને પણ પઢાવજો ગીતા ભુવન નો ઇતિહાસ!” એમ જરૂર કહેતે.