કુસુમ બા, ભાવનગર ના જાણીતા કુટુંબમાં 20 ઑગસ્ટ૧૯૦૫ માં પધાર્યા.પિતા હરજીવનભાઈ અને માતા દિવાળીબેન ને એમની ત્રીજી દીકરીને રાધા નામે નામકરણ કર્યું. એક નાની બેન, અને ત્રણ મોટા ભાઈઓ, એમ આ કાટપિટિયા ના કુટુંબ માં ઉછર્યાં. બેનો નાબૂબેન, સંતોક્બેન, અને નાની ગંગાબેન, અને ભાઈ પ્રાણજીવનભાઈ, બચુભાઈ અને વ્રજલાલભાઈ.
પિતા ની હુંફ ખાસ. એમને વાળું સાથે દૂધ ગમે, અને પિતા હંમેશા એમને માટે દૂધ છે, એની ચોકસી રાખતા. નાની ઉમરે પરણ્યા અને એક મોટા કુટુંબમાં થી બીજા મોટા કુટુંબમાં આવ્યા.આશરે ૧૬-૧૭ ની ઉમર હશે. (કોને યાદ હોય? યાદ રાખવા વાળા પોતેજ ના રહ્યા!).નામ બદલ્લી ને કુસુમ રાખ્યું હતું. સાસરે બે દિયર - જયંતિલાલ અને ધીમંતલાલા અને એમના પરિવાર, અને બા બાપુજી નો સંસાર. બાપુજી ને ગોંડલ નરેશે પડતર ભાવે ગીતા ભુવન અને બાજુની જમીન વહેંચી હતી. એમાં બા બાપુજી ને ભાગે ગીતા ભુવન આવ્યું.