ચંદુ બાપુ ના પૂર્વજ કાઠિયાવાડ ની સંસ્કૃતિ માં તરબોળ હતા, દાદા વેદાંતી ત્રિકમજી પુરુષોતમ પટેલ, અને ગોંડલ ના કવિરાજ ‘વિહારી’ બહેચરલાલ પટેલ. અને ગોંડલ ની ભૂમિ! ગળથૂથી માં ભાષા, દેશપ્રેમ, સાહિત્ય ખમીર, અને ઉભરાતા સંસ્કાર મળે તે સ્વાભાવિક જ ને! ૧૮૮૯ ૫મી ઓગસ્ટ, શ્રાવણી નોમ વી.સ. ૧૯૪૫ ને દિવસે શિહોર મુકામે પધાર્યા. વિહારીજી કવિ ઉપરાંત શિક્ષક પણ હતાં, અને વિદ્યાર્થી તેમજ સાથી શિક્ષકો આજીવન ઉમળકા થી યાદ કરતાં. ચંદુબાપા પિતા હેઠળ ભાયાવદર ગામમાં પ્રાથમિક કેળવણી મેળવી ગોંડલ ની સંગ્રામજી હાઈસ્કૂલમાં જોડાયા. મેટ્રિક થઈ ભાવનગરની સામળદાસ કોલેજ માં થી ૧૯૧૪માં ગણિત વિષયમાં ગ્રેજયુએટ થયા.
કોલેજ કાળ માં જ સામાજિક કાર્યોમાં લાગી ગયા હતાં, અને બી.એ. પછી ગોંડલ રાજ્યમાં પરીક્ષક તરીકે નોકરી શરૂ કરી. દસેક વર્ષ આ કામગીરી એવી સફળ બજાવી કે મહારાજા ભગવતસિંહજી ની નજરે આવ્યા, અને ગોંડલના વિદ્યાધિકારી નિમાયા. આ હોદ્દા પર જ એમણે ગોંડલ નું વિદ્યા ક્ષેત્રમાં નામ પ્રસિધ્ધ કર્યું. રાજયસેવક ની કદર કરતાં ગોંડલ નરેશે ચંદુબાપુ ને ગીતાભુવન ખાતે લખેલી કિંમતે વહેંચ્યું.
પરણ્યા અને નવિંચંદ્ર નો જન્મ થયો, પણ ગોંડલ ગામે પ્લેગના ઉપદ્રવ માં પ્રભુએ પત્ની ને બોલાવી લીધી. થોડા સમયે કુસુમ બા સાથે વિવાહ થયા, અને કુટુંબ ફળ્યું ફાલ્યુ. સૌથી મોટી સાવિત્રી, પછી પાંચ ભાઈઓ, પ્રફુલ્લચંદ્ર, કૃષ્ણચંદ્ર, કિશોરચંદ્ર, લલિતચંદ્ર, બાલકૃષ્ણ.